ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (12:01 IST)

ફેસબુક પર શહીદ જવાનો અંગે વાંધાજનક પોસ્ટ મૂકનારા યુવકની ધરપકડ

ફેસબુક પર વાંધાજનક લખાણની પોસ્ટ  મૂકનારા ફાર્માસિસ્ટ વિજય પટેલની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. વિજયનું એવું માનવું છે કે આપણા માટે જે આતંકવાદી છે તે અલગતાવાદી કાશ્મીરીઓ માટે શહીદ છે અને જે આપણા માટે શહીદ છે તે તેમના માટે આતંકવાદી છે. આમ હુમલામાં જે આતંકવાદી માર્યા ગયા છે તેમને શહીદ ગણાવીને પોસ્ટ કરી હતી. કોઇ પણ વ્યકિત વાંધાજનક કે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ લખે નહીં તે માટે સાઈબર ક્રાઈમની જુદી જુદી ટીમોએ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી હતી. પોસ્ટ અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો અને તપાસ પીઆઈ વી.બી.બારડે શરૂ કરી હતી. તપાસ પછી પોલીસ ચાંદખેડા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા વિજય પટેલ(39) સુધી પહોંચી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે ફેસબુક એકાઉન્ટ તેનું જ હોવાની કબૂલાત કરી હતી.વિજય પટેલે ફેસબુક ઉપર આ પ્રકારની વાંધાજનક પોસ્ટ મુક્યા બાદ રિપ્લાયમાં લોકોની ફીટકાર આવવાનંુ શરૂ થઇ ગયું હતું. જેથી વિજયે તમામ વિવાદાસ્પદ પોસ્ટ ડીલિટ કરી દીધી હતી. પરંતુ પોલીસ પાસે તેના ફેસબુક એકાઉન્ટની વિગતો હોવાથી વિજયને ઝડપી લીધો હતો.