સંબંધિત સમાચાર
- #Coronawarrior- રેલ્વી તેમના કર્મચારીઓથી માંગ્યુ એક દિવસનો પગાર
- LockDown 4th Day- Corona Updates- ભારતમાં અત્યાર સુધી 843 કેસ સામે આવ્યા, અત્યાર સુધી 19 લોકોની મોત
- Corona Update રાત્રે 8.30 વાગ્યે - ભાવનગર જિલ્લાના 14 પોલીસકર્મીઓને કોરોન્ટાઈન કરાયાં,
- છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75 નવા કેસો અને 4 લોકોના મોત, કોવિડ -19 ના અત્યાર સુધીમાં 724 કેસ
- લોકડાઉનમાં ગુજરાત બહાર જતા લોકોને રોકવા રાહત કેમ્પો બનાવવામાં આવ્યાંઃ DGP
ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતના 6 નવા કેસ, કુલ આંકડો 53, સ્થાનિક ટ્રાન્સમિશનમાં વધારો
ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે.
જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરત 7 જ્યારે કચ્છ, ભાવનગર અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 22 તારીખીથી ફ્લાઇટ બંધ છે પરંતુ એ પહેલા ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી 10-14 દિવસમાં કેસમાં વધારો થઇ શકે છે. હાલ કુલ 19,340 લોકો ક્વોરોન્ટાઇનમાં છે અને ક્વોરોન્ટાઇનનો સમય પૂરો થવાથી આ સંખ્યા ઘટશે. જોકે સરકારી ક્વોરોન્ટાઇનના કેસોમાં વધારો થયો છે. 657 લોકોને સરકારી ક્વોરોન્ટાઇન કરવા પડ્યા છે.

