1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat IAS Transfer

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: 14 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂક

IAS Transfer
IAS Transfer
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા 23  મી ઓક્ટોબર 2026 ના રોજ વહીવટી ક્ષેત્રે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગે એક સાથે 14 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો અંગેનો સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. આ ફેરબદલમાં આલોક કુમાર પાંડે અને ગૌરાંગ મકવાણા જેવા ઉચ્ચ સ્તરના વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

વરિષ્ઠ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ

જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્યના અનેક જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ફરજોમાં બદલાવ કરાયો છે. વરિષ્ઠ અધિકારી આલોક કુમાર પાંડેને રાહત કમિશનરની સાથે મહેસૂલ વિભાગના સરકારના પદાધિકારી તરીકેનો વધારાનો પ્રભારી હવાલો સોંપાયો છે. જ્યારે જી. ટી. પંડ્યાની માહિતી નિયામક/કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
 

મહેસાણા જિલ્લાના વહીવટમાં ફેરફાર

મહેસાણા જિલ્લાના આસિસ્ટન્ટ વહીવટી માળખામાં ફેરફાર કરતા હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના નવા કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહેસાણાના પૂર્વ કલેક્ટર એસ. કે. પ્રજાપતિની બદલી કરીને તેમને ગાંધીનગરમાં વધારાના ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
 

બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં નિમણૂક

બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેની બદલી કરીને તેમને વાવ-થરાદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યા ખાલી પડતાં, તાપીના ડીડીઓ રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે મોકલવામાં આવ્યા છે.
 
વલસાડ અને કચ્છ-ભુજમાં ડીડીઓની ફેરબદલ
વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની બદલી કરીને તેમને કચ્છ-ભુજ ખાતે ડીડીઓ તરીકે નિયુક્ત કરાયા છે. તેમની ખાલી પડેલી જગ્યા પર મસિયાગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના નવા જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે.
 

આણંદના કલેક્ટર અને એસઆઈઆર પ્રોજેક્ટ્સ

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરીને તેમને ધોળેરા SIR અને માંડલ-બેચરાજી SIR પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે મહત્ત્વની જવાબદારી અપાઈ છે. આણંદના નવા કલેક્ટર તરીકે કચ્છ-ભુજના ડીડીઓ ઉત્સવ ગૌતમની વર્ણી કરવામાં આવી છે.

ગૃહ વિભાગ અને અન્ય જિલ્લાઓમાં નવી નિમણૂકો

છોટાઉદેપુરના ડીડીઓ સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદા અને વ્યવસ્થાના નાયબ સચિવ બનાવાયા છે. વાંસદાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેને તાપીના ડીડીઓ અને સોંગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને અમરેલીના ડીડીઓ તરીકે નીમવામાં આવ્યા છે.
 

મુખ્ય IAS અધિકારીઓની નિમણૂકનું ટૂંકું લિસ્ટ:

જી. ટી. પંડ્યા: માહિતી કમિશનર / નિયામક
 
આલોક કુમાર પાંડે: રાહત કમિશનર (વધારાનો હવાલો)
 
ગૌરાંગ મકવાણા: ઇન્ડેક્સ બી (Indextb) નો વધારાનો પ્રભારી હવાલો
 
એસ. કે. પ્રજાપતિ: વધારાના ગ્રામ વિકાસ કમિશનર, ગાંધીનગર
 
હર્ષિત ગોસાવી: કલેક્ટર, મહેસાણા
 
પ્રવીણ ચૌધરી: CEO, ધોળેરા SIR અને માંડલ-બેચરાજી SIR
 
એમ. જે. દવે: કલેક્ટર, વાવ-થરાદ
 
ઉત્સવ ગૌતમ: કલેક્ટર, આણંદ
 
અતિરાગ ચપલોત: DDO, કચ્છ-ભુજ
 
વંદના મીણા: DDO, વલસાડ
 
રામ નિવાસ બુગાલિયા: DDO, બનાસકાંઠા
 
સ્વપ્નિલ મહાદેવ સિસલે: DDO, તાપી
 
ઓમકાર રાજેન્દ્ર શિંદે: DDO, છોટાઉદેપુર
 
રાજેશ કુમાર મૌર્ય: DDO, અમરેલી
આગળનો લેખ
રેપનાં આરોપીએ કોન્સ્ટેબલનાં હાથમાં બચકું ભર્યું, મેડિકલ ટેસ્ટમાં HIV પોઝીટીવ નીકળ્યો, પોલીસ કર્મચારીની હાલત ખરાબ