સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (13:27 IST)

પરપ્રાંતીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ

રાજ્યમાં તાજેતરમાં પરપ્રાંતીઓ સાથે થયેલી હિંસક ઘટનાઓનો મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં એવી માગ કરવામાં આવી છે કે રાજ્યમાં પરપ્રાંતથી મજૂરી કરવા ગુજરાતની ધરતી પર આવેલા મજુરોના હિતો નોકરીઓ રોજગાર ધંધા અને માલમિલકત નુ રક્ષણ કરવામાં રાજ્ય સરકાર અને તેનું પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. 
રાજ્ય સરકારની અને પોલીસની આ બેદરકારી અને નિષ્ક્રિયતા બંધારણની સમાનતાની મૂળ ભાવના નો ભંગ કરે છે. તેથી રાજ્ય સરકારને આદેશ કરવામાં આવે કે તેઓ પરપ્રાંતથી મજુરી અને ધંધો રોજગાર કરવા આવેલા નિર્દોષ બિનગુજરાતીઓ ને તાત્કાલિક રક્ષણ પૂરું પાડે. હાલની ઘટનાઓમાં તેમને થયેલા જાનમાલ ના નુકસાન માટે નો સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે તેમને યોગ્ય વળતર ની ચુકવણી કરવામાં આવે. 
એટલું જ નહીં રાજ્ય સરકાર પરપ્રાંતીઓને કે તેમના ધંધા-રોજગાર રોજગારને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે સુનિશ્ચિત કરે. આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્ય સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે ગુજરાત એક એવી છે કે જ્યાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેક ક્ષેત્ર થી આવતા લોકોને ધંધો રોજગારની તક મળે છે. 
દેશના દરેક નાગરિકને ગુજરાત રહેવાની અને મજૂરી કરવાની પૂરેપૂરો હક છે. રાજ્ય સરકાર કોઈપણ નાગરિક ના કે પરપ્રાંતીઓ ના જીવન સ્વતંત્રતા અન્ય ધંધા-રોજગાર નુ રક્ષણ કરવામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખશે નહીં. રાજ્ય સરકારે અત્યંત મજબૂતાઈથી આ સમગ્ર મામલે પગલા લીધા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારનો પક્ષે સાંભળ્યા બાદ સમગ્ર મામલે એક સોગંદનામું કરવાનું જણાવી કેસની વધુ સુનાવણી આગામી ગુરૂવારના રોજ મુકરર કરી છે.