ગુજરાત કોરોના અપડેટ - કોરોના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 135 નવા કેસ, 3 ના મોત
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 135 નવા કેસ નોધાયા છે. અગાઉ 16 એપ્રિલે પહેલાં વેવમાં 163 કેસ નોંધાયા હતા. કોરોના વાયરસના સંક્રમણના કારણે 3 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 612 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.15 ટકા છે.
5 હજાર 159 એક્ટિવ કેસ અને 113 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 22 હજાર 620ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 37 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 7 હજાર 424 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5 હજાર 159 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5 હજાર 73 દર્દીની હાલત સ્થિર છે.