ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 મે 2018 (14:18 IST)

ગુજરાતમાં બીટકોઈન વિશે શું કહે છે ગૂગલનો સરવે, આવકવેરા વિભાગ પણ ઝંપલાવી શકે છે

છેલ્લા કેટલાય સમયથી બીટકોઈન તોડપાણી કેસને લઈને સીઆઈડી ક્રાઈમ તપાસ ચલાવી રહી છે.અને સુરતના લોકોના નવા નામો ખુલતા જાય છે. ત્યારે નવાઈની વાત એ છે કે, ગુગલમાં ‘બીટકોઇન શું છે’ તે  શબ્દ સર્ચ કરનાર શહેરમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું હતું. જાન્યુઆરીમાં ગૂગલે ટોપ ટ્રેન્ડ સર્ચ કરનાર શહેરોની યાદી બહાર પાડી હતી. તેમાં આ ખુલાસો થયો હતો. ગુગલના સર્વે પ્રમાણે 15 અને 16 જાન્યુઆરીએ 15 લાખ સુરતીઓએ બીટકોઇન શબ્દ ગુગલમાં ટાઇપ કર્યો હતો. સુરતીઓએ ગુગલને ‘બીટકોઇન શું છે’, ‘બીટકોઇનમાં રોકાણ કેવી રીતે કરી શકાય’,’ બીટકોઇન ફ્રીમાં કેવી રીતે મળે છે’ 

એવા જાતભાતના બીટકોઇન સંબંધિત પ્રશ્નો પુછયા હતાં. આ સર્ચની યાદીમાં અમદાવાદ છેક ૯૪માં ક્રમે આવ્યું હતું.બીટકોઇન કેસમાં હવે આવકવેરા વિભાગ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા છે. બિલ્ડર શૈલેશ ભટ્ટ ઉપરાંત પિયુષ સાવલિયા અને ધવલ માવાણીની આઇટી વિભાગ પૂછપરછ કરે તેવી શકયતા છે. આવકવેરા વિભાગના નિયમ 132-A હેઠળ આવક અને મિલકત સંબંધિત માહિતીની ચકાસણી હાથ ધરાય તેવી શક્યતા છે.આ ત્રણેય લોકોની રિટર્નની ચકાસણી હાથ ધરાશે. જો તમામ પાસે આવકની માહિતી કરતાં વધુ બીટ કોઈન હશે તો આવકવેરા વિભાગ પણ કાર્યવાહી હાથ ધરશે. આઇટી ઉપરાંત એન્ફોર્સમેન્ટ દિપાર્ટમેન્ટ પણ કાળા નાણાંની તપાસ કરે તેવી સંભાવના છે.