રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (11:03 IST)

પિક્ચર અભી બાકી હૈ દોસ્ત: આજે સાંજ સુધી પેટાચૂંટણીનું પિક્ચર સ્પષ્ટ થશે, સ્ટાર પ્રચારકો મેદાને

રાજ્ય વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. ત્યારે વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે , કમર કસી છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને સ્ટાર પ્રચારકો હવે કામે લાગ્યા છે કોણ ક્યાં પ્રચાર કરશે તે નામો પણ નક્કી થઈ ગયા છે ત્યારે ભાજપે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટાચૂંટણી માટે પોતાના ત્રીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. 
 
આ યાદીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હરોળમાં અલ્પેશ ઠાકોરનું નામ પણ છે. અગાઉ ની પેટાચૂંટણીમાં પછડાટ ખાનારા અલ્પેશ ઠાકોર ભાજપ ના ઉમેદવારોને જીતાડવા પ્રચાર કરશે.ત્યારે પેટા ચૂંટણીમાં આજે સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે સાંજ સુધીમાં પેટા ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 
 
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિશ્નએ જાહેર કરેલી આ આખરી યાદી પ્રમાણે અબડાસા બેઠક પર 19, લીંબડી બેઠક પર 14 મોરબી બેઠક પર 20, ધારી બેઠક પર 12, ગઢડા બેઠક પર 13, કરજણ બેઠક પર 11, ડાંગ બેઠક પર 9 તથા કપરાડા બેઠક પર 4 ઉમેદવાર છે.
 
તમને જણાવીએ દઈએ કે, ગઇકાલ સુધીમાં રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કુલ 135 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. ત્યાર બાદ 17 ઓક્ટોબરે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 33નાં ફોર્મ રદ થયાં હતા. ચૂંટણીપંચે કુલ 102 ઉમેદવારને ચૂંટણી લડવા માન્ય ઠેરવ્યા છે.