સંબંધિત સમાચાર
- શંકરસિંહ વાઘેલા રાજકારણમાં ફરી સક્રિય થયાં, NCPમાં જોડાવા અંગેના અહેવાલ
- પરપ્રાંતિયોને ભગાડવા મુદ્દે સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા આદેશ
- વીમાની કરોડોની રકમ ચાઉ કરનારી બ્રિટીશ ઈન્ડિયન મહિલાના પ્રત્યાર્પણના કેસની સુનાવણી શરુ
- સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવતાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ
- જસદણ પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે જ સરકારી લોલીપોપ
પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ
ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે ગોપાલ ઈટાલીયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે. આ ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી કરવામાં આવી છે. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પર હુમલો કર્યો હતો. આંદોલન સમયે તેના મેસેજવાળા વીડિયો આગની જેમ વાઈરલ થયા હતાં. ઈટાલીયા અગાઉ સરકારી કર્મચારી રહી ચુક્યો છે. ગોપાલ ઈટાલીયા પહેલા મહેસુલ ખાતામાં ક્લાર્ક હતો અને ત્યાર બાદ પોલીસ વિભાગમાં નોકરી કરી હતી. પાટીદાર આંદોલન સમયે નોકરી છોડી દીધો હતી.

