બર્થ-ડે પાર્ટીમાં આડમાં ચાલતી હતી મહેફીલ, 9 નબીરા સહિત 5 યુવતીઓ ઝડપાઇ
ગાંધીનગરમાં આવેલા માધવ ફાર્મ હાઉસમાં ગઇકાલ મોડી સાંજે ગાંધીનગર ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂની મહેફિલ માણતા 14 લોકોને ઝડપી પાડ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આ તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યાં. ત્યારબાદ LCBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 6 ગાડીઓ પણ જપ્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના દશેલા ગામ પાસે આવેલા માધવ ફાર્મ હાઉસમાં એક યુવકની બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂની મહેફીલ જામી હતી. જેમાં 9 યુવાનો અને 5 યુવતીઓ દારૂના નશાની સાથે સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. તો સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા. જો કે, ફાર્મ હાઉસની અંદર દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાંચે ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. એલસીબીને દરોડા દરમિયાન 3 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.
જો કે, દારૂની મહેફિલ માણી રહેલા તમામ લોકોને મોડી રાત્રે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં આ તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ એલસીબીએ માધવ ફાર્મ હાઉસ પરથી 6 લકઝુરિયસ કાર પણ જપ્ત કરી છે.
દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓના નામ
કુશલ જયેશ પટેલ (ચાંદલોડિયા)
સ્મિત શૈલેષ ઊંધિયા (નારણપુરા)
રાહુલ મોહન રાજગોર (થલતેજ)
ધાર્મિક સુરેશ પટેલ (ઘાટલોડિયા)
હર્ષ જયંતિ કોઠારી (જોધપુર ગામ)
હેત પરાગ શાહ (પાલડી ધરણીધર દેરાસર પાસે)
શેખર આશિષ કઠવા (મેમનગર)
લવ અશોક પટેલ (વસ્ત્રાપુર)
પ્રેમ કપૂરચંદ ચંદેલ (વાસણા)