ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (16:01 IST)

કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.2ની નોંધાઈ હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કીમી દૂર હોવાનું નોંધાયું છે. કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટ લાઇનો આવેલી છે  જેના કારણે અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

આ ફોલ્ટ લાઇનમાંથી વાગડ ફોલ્ટ લાઇન સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે. આ ફોલ્ટ લાઇનના કારણે આજે 2.44 વાગ્યે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ભચાઉ ઉપરાંત રાપર, આદિપુર, ગાંધીધામ સુધી અનુભવાયો હતો.ભુકંપના આંચકાના કારણે ડરી ગયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વર્ષ 2001માં કચ્છમાં ગોજારો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાયો હતો. આ ભૂકંપ બાદ પંથકમાં સતત આંચકાઓ અનુભવાતાં રહે છે. કચ્છમાં ભૂકંપની પાંચ લાઇન સક્રિય હોવાથી અવારનવાર આફ્ટરશોક અનુભવાય છે.