રક્ષાબંધનના પર્વ નિમિત્તે AMTSની ભેટ: બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી
આવતીકાલે ગુરૂવાર તારીખ 11 ઓગસ્ટ ના રોજ રક્ષાબંધનનો પર્વ છે. ત્યારે રક્ષાબંધનના દિવસે ભાઇના હાથે બાંધવામાં આવતી રાખડી એ ભાઈ-બહેન નો અતૂટ પ્રેમની નિશાની છે. ત્યારે રક્ષાબંધન પર્વને ધ્યાને રાખી અમદાવાદ AMTSએ મહિલાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે.
રાજકોટ સિટી બસમાં બહેનોને સંપૂર્ણ ફ્રી મુસાફરી
ગુરુવારે રક્ષાબંધનના દિવસે રાજકોટની ૯૦ સિટી બસો અને બી.આર.ટી.એસ.રૂટ પર ચાલતી ૧૮ ઈલેક્ટ્રીક એ.સી.બસોમાં મહિલાઓ ગમે એટલી વાર ગમે તે રૂટ પર મુસાફરી કરે તો તેની ટિકીટ લેવાશે નહીં અને આ દિવસ તેઓ તદ્દન નિઃશૂલ્ક મુસાફરી કરી શકશે.