સંબંધિત સમાચાર
- સુરતમાં પાસના અલ્પેશ અને ટ્રાફિક પીઆઈ વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો
- વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને ચૂપકે ચૂપકે આમંત્રણ મળ્યું. સાત પ્રતિનિધિમંડળ આવશે: કરારો પણ કરશે
- સુરતમાં સ્કૂલ રીક્ષા પલટતા બાળકનું મોત, વાલીઓએ રીક્ષા ચાલક અને પ્રિન્સિપાલને ફટકાર્યા
- કચ્છના પ્રવાસે પહોંચેલા પ્રવાસીઓ ઠૂંઠવાયા, નલિયા 7.8 ડિગ્રી તથા નવસારીમાં 4.5 ડીગ્રી તાપમાન
- વિસ્મય પાસે દારુ કેવી રીતે અને કોણે પહોંચાડ્યો? પોલીસના નિવેદનોથી સવાલ ખડો થયો
અમદાવાદમાં ઈસરોમાં ફરીએક વાર આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે
અમદાવાદના ઈસરોમાં આગની ઘટના બની છે. ઈસરોના સ્ટોર રૂમમાં આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાલ ઈસરોમાં પહોંચી ગયા છે. 5 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. ગત મે 2018 માસમાં પણ ઈસરોમાં આવેલી એન્ટેના ટેસ્ટિંગ લેબના યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ. 25 ફાયર ફાઈટર અને 75 જવાનોની મદદથી ભારે જહેમત આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં CRPFના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ये भी पढ़ें
