સંબંધિત સમાચાર
- હાર્દિક ફરી આંદોલનના માર્ગે ૧૩ નવેમ્બરે પડધરીથી શરૂ કરશે પ્રતીક ઉપવાસ
- દોસ્ત દોસ્ત ના રહા, હાર્દિક પટેલ વિશે અલ્પેશ ઠાકોરે શું કહ્યું
- હાર્દિક પટેલે કહ્યું, 'સરકાર પાસે 7 દિવસનો સમય, નહીં તો જનઆંદોલન થશે'
- શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રૂપાણી સરકાર સામે મોરચો ખોલ્યો
- હાર્દિકભાઈ પટેલ હાજર થાઓઃ પાટીદાર દમન મામલે પૂંજ કમિશનની નોટિસ
ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યા
જિલ્લાના પડધરીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના મુદ્દે હાર્દિક પટેલની સાથે લલિત કગથરા તેમજ કિસાન સંઘના આગેવાન રમેશ પટેલ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. કિસાન સંઘ ભાજપની ભગીની સંસ્થા હોવા છતાં કોંગ્રેસના નેતા સાથે જોડાતા ખળભળાટ જોવા મળી રહ્યો છે.હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના પોસ્ટરમાંથી કોંગ્રેસ ગાયબ જોવા મળી રહી છે. ખેડૂતોને પાક વીમો અને દેવું માફીની મુખ્ય માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ લલિત કગથરાએ સરકારને વિનંતી કરી છે કે સરકાર ખેડૂતોને લોલીપોપ ના આપે. લીલો દુષ્કાળની સ્થિતી છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી વિનંતી કરી છે.

