દોસ્ત દોસ્ત ના રહા, હાર્દિક પટેલ વિશે અલ્પેશ ઠાકોરે શું કહ્યું
કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે ગઇ કાલે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા તેણે ખેડૂતોની સાથે રહેતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેને લઇને કોંગ્રેસનાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે પલટવાર કર્યો છે. રાજકોટમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનાં સરકાર પર આકરા પ્રહારો કર્યા બાદ અલ્પેશ ઠાકોરે પલટવાર કરતા કહ્યુ છે કે, જ્યારે તમે જોડે હોવ છો તો સારો છો, અને જોડે નથી તો ખરાબ છો, આ પ્રકારની નીતિ ન હોય. રાજનીતિમાં દોસ્તો અને દુશ્મનો બદલાતા રહે છે પરંતુ આક્ષેપો દોસ્તો ઉપર એ પ્રકારનાં કરવા તે હુ એવુ માનુ છુ કે આ ભાલીસ નિવેદન છે. આવા નિવેદનોથી દૂર રહેવો જોઇએ. વધુમાં અલ્પેશે કહ્યુ કે, રાજનીતિમાં ક્યારે કયો સમય શું કરવટ બદલે છે તેનુ નક્કી નથી હોતુ. હુ માનુ છુ કે પોતાની નિષ્ફળતા છુપાવવા આ કરવામાં આવી રહ્યુ છે. સાથે તેમણે કહ્યુ કે, આ નિવેદન બે વર્ષ પછી જ કેમ કર્યુ, પહેલા પણ થઇ શકતુ હતુ. અલ્પેશે કહ્યુ કે, પ્રજાને સમજો અને તેની પીડાને સમજો. ગઇ કાલે રાજકોટમાં હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યુ હતુ કે, ખેડૂતનાં ઘરે ખબર હોય કે ખેડૂતની શું પરિસ્થિતિ છે, સરકારમાં બેઠેલા લોકોને ખેડૂતોની કોઇ ચિંતા નથી. વધુમાં હાર્દિકે આવનારા સમયમાં સરકાર વિરુદ્ધ એક મોટી લડાઇ લડવાની પણ વાત કરી હતી.