કોલસાની ઉણપના કારણે વિજળી સંકટએ તોડ્યો 6 વર્ષનો રેકાર્ડ આ રાજ્યોની સ્થિતિ ખરાબ
દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કોલસાના સંકટને કારણે વીજળી સંકટ ઘેરી બન્યું છે. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, છેલ્લા છ વર્ષમાં દેશમાં આ પ્રકારનું પાવર કટોકટી પ્રથમ વખત બની છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ-2022ના પ્રથમ 27 દિવસમાં માંગની સરખામણીમાં 1.88 બિલિયન યુનિટની વીજ કટોકટી થઈ છે, જેણે વીજ સંકટના છેલ્લા છ વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે દેશમાં 2,07,11 મેગાવોટ વીજળીની માંગ હતી, જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 26 એપ્રિલના રોજ, માંગ એટલી હદે વીજ પુરવઠાને વટાવી ગઈ હતી કે દેશમાં 8.22 ગીગાવોટની વીજ કટોકટી હતી. વીજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચમાં વીજળીની માંગમાં 8.9 ટકાનો વધારો નોંધાયો છે.