બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (13:38 IST)

ભૂકંપ:માવઠાના માહોલ વચ્ચે દુધઇ પાસે 3ની તીવ્રતાનો આંચકો

માવઠાના માહોલ વચ્ચે ભચાઉ તાલુકાના દુધઇ નજીકની ધરા 3ની તીવ્રતાના આંચકા સાથે ધ્રુજી હતી. કચ્છમાં તા.7-1, શુક્રવાર સુધી કમોસમી વરસાદની અાગાહીના પગલે છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે. 
 
તે વચ્ચે ગુરુવારના સવારે ભચાઉ તાલુકાના દુધઇ નજીક 3ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી હતી. સવારે 6.46 કલાકે દુધઇથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 9 કિ.મી.ના અંતરે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ 23.389 અક્ષાંશ, 70.163 રેખાંશ સાથે 12.9 કિ.મી.ની ઉંડાઇઅે બાનિયારી ગામમાં કેન્દ્રિત થયું હતું.