જાણીતી હોટલમાં નબીરાઓ થીરક્યા, બહાર આવ્યા 30થી વધુ કોરોના કેસ
ગાંધીધામમાં જે પેટર્નથી બીજી લહેરમાં કેસો વધવાની શરૂઆત થઈ હતી, તેજ પેટર્ન ફરી દેખા દઈ રહી છે. તાલુકામાં ગુરુવારે કુલ 29 નવા કેસ આવ્યા છે, તો શહેર નજીક આવેલી એક જાણીતી હોટલમાં નવા વર્ષના આગમનના ઉપલક્ષમાં પાર્ટીનું આયોજન કરાયું, જેમાં સામેલ થયેલાઓમાં અત્યાર સુધી 30 થી વધુને કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે.
કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ગાંધીધામ સંકુલમાં કુદકે ને ભુસકે વધી રહ્યો છે. બુધવારે 28 કેસ ગાંધીધામમાં જોવા મળ્યા હતા, તો ગુરુવારે ગાંધીધામમાં 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. બહાર આવેલા નવા કેસોમાં મહતમાં ટ્રાવેલ હીસ્ટ્રી હોવાનું અને સેક્ટર 2,3 એરીયામાં હોવાનું જાણવા મળે છે. સંક્રમણ રોકવા કન્ટેમેન્ટ ઝોનના નિયમોનું શખ્તાઈથી પાલન કરાય તે માટેનો સુર ઉઠવા પામ્યો છે. આ કેસોમાં કોઇ જમ્મુ કાશ્મીર, રાજસ્થાન તો કોઇ મુંબઈ ફરીને પરત આવ્યું હતું. તમામમાં મહતમ યુવાનો છે, જેમની સ્થિર અને હોમ આઈઓલેશનમાં છે.
બીજી તરફ ગત સપ્તાહમાં સામે આવેલા કેસોમાં નવા વર્ષની ઉજવણી માટે ખાનગી ધોરણે યોજાયેલી એક પાર્ટીની પણ ખાસ્સી ચર્ચા સંકુલમાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામ નજીક હાઈવે પર આવેલી એક હોટલમાં નબીરાઓ દ્વારા એક પાર્ટી યોજવામાં આવી હતી,. જેમાં દોઢસો થી બસ્સો લોકો સામેલ હતા. જેમાંથી અત્યાર સુધી 30થી વધુને કોરોના પોઝિટિવ ડીટેક્ટ થઈ ચુક્યો છે તો બાકીના કેટલાકમાં પણ લક્ષણો જોવા મળી રહ્યા છે.