રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જુલાઈ 2021 (20:02 IST)

ડેલ્ટા વેરિયન્ટે 800 કરતા પણ વધારે બાળકોનો ભોગ લીધો

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે મોત બનીને ત્રાટક્યો છે. છેલ્લા થોડા અઠવાડિયામાં ડેલ્ટા વેરિયન્ટે 800 કરતા પણ વધારે બાળકોનો ભોગ લીધો છે. કોરોનાની શરુઆતથી લઈને અત્યાર સુધી ઈન્ડોનેશિયામાં 18 વર્ષથી ઓછી ઉંમરના 800થી વધારે બાળકોના મોત થઈ ચુક્યા છે. આ બાળકોની ઉમ્ર 18 વર્ષથી ઓછી હતી. 
 
ઈન્ડોનેશિયામાં કોરોનાથી ઘણા બાળકોનું મોત થયું છે, જેમાં 5 વર્ષથી ઓછી વયના બાળકો પણ સામેલ છે. ઈન્ડોનેશિયામાં બાળકોના મોતનો દર વિશ્વના અન્ય ઘણા દેશો કરતા વધુ છે.