- ભાજપ ના નિમિષાબેન સુથાર ની 45557 મતો થી ભવ્ય જીત
- કોંગ્રેસ ના ઉમેદવારે અડધી ગણતરી માં જ છોડ્યું મેદાન
- ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર વિજય કૂચ તરફ
- 12 રાઉન્ડના અંતે 11520 મત થી ભાજપ આગળ
-મોરવા હડફ પેટ ચૂંટણી ની મતગણતરી નો બીજો રાઉન્ડ થયો પૂર્ણ
-બીજા રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવારને 2604 મત મળ્યા
-બે રાઉન્ડ ના અંતે નિમિષાબેન સુથાર અંદાજીત 4000 થી વધુ મતો થી છે આગળ
-બેલેટ પેપર ની ગણતરી પણ થઈ પૂર્ણ
-144 પોસ્ટલ અને 29 સર્વિસ બેલેટ મળી કુલ 173 બેલેટ પેપર માંથી ભાજપ ને 125 મત મળ્યા અને કોંગ્રેસને 26 મત તેમજ અપક્ષને ચાર મત મળ્યા
16 મત અમાન્ય થયા અને એક મત નોટાને મળ્યો
મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ 200 કરતાં વધારે મતોથી આગળ હતી, જ્યારે બીજા રાઉન્ડના અંતે આ લીડ 3500 સુધી પહોંચી ગઇ છે.
મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું 17 એપ્રિલે કોરોના ગાઈડલાઇન્સ વચ્ચે મતદાન યોજાયું હતું. આ ચૂંટણી જંગમાં ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષા સુથારની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાની સાથે હતી. હવે 2 મે ના રોજ એટલે કે આજે મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે.
મતગણતરી શરૂ થઇ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના એજન્ટો સાથે મતગણતરી સેંટર પર પહોંચી ગયા છે. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. બે અલગ અલગ રૂમમાં 20 ટેબલ પર ઇવીએમ ગણતરી શરૂ થઇ ગઇ છે. મતગણતરી દરમિયાન જીલ્લા પોલીસ વડાએ મત ગણતરી સ્થળની મુલાકાત લીધી હતી.
કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે મોરવા સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી યોજાશે. મતગણતરી બે હોલમાં 14 ટેબલ ઉપર ઇવીએમ અને એક હોલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. ગણતરી કેંદ્રમાં પોલીસ, કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો અને મીડિયા કર્મીઓને પ્રવેશ મળશે. જેમને થ્રી લેયર સિક્યોરિટીમાંથી પસર થવું પડશે.
મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઇ રહેલા કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત છે. મતગણતરી કેંદ્રમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટૅ ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પર 62.22 ટકા, જ્યારે 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 60.69 ટકા મતદાન થયું હતું..
મોરવા હડફની બેઠકનું રાજકીય ગણિય
હાલની સ્થિતિ મોરવા હડફ વિધાનસભા બેઠકનું આંકડાકીય અને રાજકીય ગણિત શું છે એ ઉપર નજર કરીએ. 125 મોરવા હડફ વિધાનસભા બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક એસ.ટી. ઉમેદવારો માટે અનામત બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બેઠક માટે વર્ષ 2012 માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાંટનો વિજય થયો હતો. પરંતુ પરિણામના દિવસે તેમનું અવસાન થતાં આ બેઠક પર વર્ષ 2013 માં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
પેટાચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો જંગી લીડથી વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2017 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભુપેન્દ્ર ખાંટને ટિકીટ આપવામાં ન આવતા ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અને અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી નજીવી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા.