અમદાવાદમાં વધુ 7 કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમા કોરોનાના કેસ સંખ્યા 95 પહોંચી, હજુ થોડા દિવસ વધુ સચેત રહેવાની છે જરૂર
કોરોનાને લઇ અમદાવાદના લોકો માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી અને જણાવ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 7 કેસનો વધારો થયો છે. મહત્વની વાત તો એ છે કે આ તમામ કેસ અમદાવાદના જ છે. 7 પૈકી ચાર કાલુપુરના અને 3 બાપુનગરના કેસ સામે આવ્યા છે..રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ નોંધાયા તમામ અમદાવાદના છે અને રાજ્યમાં આંક 95 પર પહોંચ્યો છે.
મહત્વની વાત છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જો કે રાજ્યભરમાં કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. લોકડાઉનનો આજે 10મો દિવસ છે ત્યારે લોકો આજ રીતે ચુસ્ત પણે અમલ કરશે તો આજ રીતે કેસમાં ઘટાડો થશે. અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 38 પર પહોંચી ગયો છે જેમાં 3 લોકોના મોત પણ થયા છે. તેમજ રાજ્યમાં કુલ 8 દર્દીના મોત થયા છે. આજે સવારે પંચમહાલના કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કર્યા છે.
ગુજરાતમાં કોરોનાના 95 કેસ
અમદાવાદ:38
સુરત:12
રાજકોટ: 10
વડોદરા:9
ગાંધીનગર:11
ભાવનગર :7
કચ્છ:1
મહેસાણા -1
ગીરસોમનાથ -2
પોરબંદર -3
પંચમહાલ-1