શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 3 એપ્રિલ 2020 (10:33 IST)

LIVE Coronavirus News Updates: મુંબઈના ધારાવીમાં કોરોનાનો કેસ, દેશમાં કુલ 2331 કેસ

દેશભરમાં કોરોના વાયરસનો આતંક અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.  દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુંબઈના ધારાવીમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 35 વર્ષિય ડોક્ટરની કોરોના પોઝિટિવ મળી આવી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2331 પર પહોંચી ગઈ છે.
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નિપજ્યા છે. તેમજ દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો કુલ આંકડો 2331 સુધી પહોંચી ગયો છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ્ં કે કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 151 લોકો આ સંક્રમણમાંથી સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. તેમજ દેશમાં આજે એક દિવસમાં  કુલ 358 નવા કેસ સામે આવ્યા છે.
કોરોના અપડેટ ડેટા.
ગુજરાતમાં
88 પોઝિટિવ કેસ દાખલ
7 લોકોનાં મોત.
10 દર્દીઓ સ્વસ્થ
વિદેશી હકારાત્મક કેસ 33.
આંતર રાજ્ય 8.
સ્થાનિક 47 કેસ.
ગુજરાતના 11 જિલ્લામાં સકારાત્મક કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં મહત્તમ 31 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં મહત્તમ 3 મોત.
અમદાવાદમાં મહત્તમ 10 સ્થાનિક લોકો મળી આવ્યા હતા.
દેશમાં
મહારાષ્ટ્ર 21 મૃત્યુ
તેલંગણામાં 9 ના મોત
મધ્યપ્રદેશ 8 નું મોત
ગુજરાત 7 નું મોત
પશ્ચિમ બંગાળ 7 મૃત્યુ
પંજાબ 5 નું મોત
કર્ણાટક 3 નું મોત
રાજસ્થાન 3 નું મોત
ઉત્તરપ્રદેશ 2 નું મોત
કાશ્મીર 2 નું મોત
કેરળ 2 નું મોત
હિમાચલ 1 નું મોત
બિહાર 1 નું મોત
તમિલનાડુ 1 નું મોત
હરિયાણા 1 નું મોત
કોરોના દર્દીઓની સંખ્યા 2484, જેમાં 2233 સક્રિય કેસ છે.
181 સાજા થયા છે જ્યારે 77 લોકોએ જીવ ગુમાવ્યો છે.
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 10,01,069 પર પહોંચી છે, જેમાંથી મૃત્યુની સંખ્યા 51, 376 પર પહોંચી છે.