રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 એપ્રિલ 2021 (13:01 IST)

કોરોનાના એકસાથે પતિ-પત્નીને ભરખી ગયો, પરિવારે ગુમાવીએ છત્રછાયા

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે ૯૨ વર્ષીય પતિ અને ૮૫ વર્ષીય પતિ પત્ની ના એક સાથે અગ્નિ દાહ અપાયા.
 
૯૨ વર્ષીય સનાભાઈ પ્રજાપતિ ને ગત તારીખ ૦૯/૦૪/૨૦૨૧ ના રોજ કોરોના ના લક્ષણ દેખાતાં તેવો ને ભરૂચ સિવિલ ખાતે તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેવો ની તપાસ દરમિયાન કોવિડ 19 નો ટેસ્ટ કરવામાં આવેલ જેમાં તેવો નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
 
ત્યારબાદ તેમના પત્ની ૮૫ વર્ષીય સવિતા બેનને ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૧ ના રોજ બીમાર પડતા તેવો ને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતા.  જ્યાં તેમનામાં પણ કોરોનાના લક્ષણ દેખાતા તેમને પણ કોવિડ19 ના સેમ્પલ લઈ દાખલ કરવામાં આવ્યા હતા.  પરંતુ તેમનો રિપોર્ટ આવતા પહેલા જ બન્ને પતિ પત્નીનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યું થયું હતું. જેથી પરિવારમાં ઉંડા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
 
આજરોજ બન્ને પતિ પત્નીના મૃતદેહોને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટકોલ મુજબ અગ્નીસંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનોની ઈચ્છાને લઈ બન્ને પતિ પત્નીના મૃતદેહોને આજુબાજુ માં જ લાકડા ગોઠવી અગ્નિ દાહ આપવામા આવ્યો હતો. સ્મશાન યાત્રામાં આવેલ પરિવારજનોએ એકી સાથે માતા પિતાની છત્ર છાયા ગુમાવતા શોકમાં ગરકાવ થઇ ગયો છે.