ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 જુલાઈ 2020 (14:38 IST)

જાણો ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો છે

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાલ, 10,613 એક્ટિવ કેસો છે. જેમાંથી સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો તેમાં અમદાવાદમાં સૌથી વધુ 3654 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 2834 એક્ટિવ કેસો છે. ત્રીજા નંબરે વડોદરામાં 865 એક્ટિવ કેસો છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લામાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-5માં સૌરાષ્ટ્રના બે જિલ્લાનો સમાવેશ થાય છે. ચોથા નંબરે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 456 એક્ટિવ કેસો છે. જ્યારે પાંચમાં નંબરે ભાવનગરમાં 367 એક્ટિવ કેસો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં રાજકોટ, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટમાં 456 એક્ટિવ કે, ભાવનગરમાં 367 અને જૂનાગઢમાં 183 એક્ટિવ કેસ છે. આ સિવાય ટોપ-10માં ઉત્તર ગુજરાતના 3 જિલ્લા છે. દક્ષિણ ગુજરાતના 3 અને મધ્ય ગુજરાતના 1 જિલ્લાનો સમાવેશ થાય છે.