131 દિવસ બાદ ગુજરાતને ફરી ડરાવી રહ્યો છે કોરોના, દિવાળી બાદ 86% વધ્યા સંક્રમણના કેસ
આખા દેશમાં કોરોના વાયરસ પહેલાંની ગતિએ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણોના કેસોમાં ગતિ જોવા મળી છે. ગુજરાતમાં લગભગ ચાર મહિના બાદ કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર બુધવારે ગુજરાતમાં કોરોનાના 54 પોઝિટિવ કેસ જ્યારે ગુરૂવારે 44 કેસની પુષ્ટિ થઇ છે.
રિપોર્ટ અનુસાર આ પહેલાં 50થી કોરોનાના કેસ 10 જુલાઇના રોજ સામે આવ્યા હતા જ્યારે આખા રાજ્યમાં 53 કેસ અમ્ળી આવ્યા હતા. તાજેતરના આંકડા બાદ ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારાઓની સંખ્યા વધીને 8 લાખ 27 હજાર 112 થઇ ગઇ છે. રાજ્યમાં હાલ કુલ 312 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 306 નાગરિકો સ્ટેબલ છે. 8,16,710 નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.
ગુજરાતમાં આજના કોરોના કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ કોર્પેોરેશનમાં 9 કેસ નોધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ નોધાયા છે. તેવી રીતે સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં 4, જામનગર કોર્પોરેશનમાં 3, વડોદરા 3, વલસાડમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1-1-1 કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર અત્યારે રાજ્યમાં હાલ કુલ 312 કોરોનાના એક્ટિવ કેસ છે. જે જુલાઇ બાદ સૌથી વધુ છે. અત્યારે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે જ્યાં રાજ્યના કુલ દૈનિક કેસ કરતાં વધુ કેસ નોંધાઇ રહ્યા છે. 2020 ની દિવાળી બાદ અને આ દિવાળી બાદની સ્થિતિને લઇને એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ગત વર્ષે 2020 માં દિવાળીના 14 દિવસ બાદ કોરોના કેસમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ આ વખતે 86 ટકા સુધી પહોંચી ગયો છે.
ગત વર્ષે 28 નવેમ્બરના રોજ 1598 કેસમાંથી 61 ટકા કેસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી સામે આવ્યા હતા જ્યારે 2021 માં બુધવારે 83% ટકા દૈનિક કેસ ચાર જિલ્લામાંથી નોંધાયા છે. જેમાં ખાસકરીને અમદાવાદની સ્થિતિ વધુ ચિંતાજનક છે જ્યાં વર્ષે દિવાળી પછી 22% કેસમાં વધારો આવ્યો હતો તો બીજી તરફ 51% વધુ કેસ નોંધાયા છે.
કોરોનાના વધતા જતા કેસ જોતાં ડોક્ટરે ચેતાવણી આપતાં કહ્યું કે તમામ લોકોએ ખૂબ સતર્ક રહેવું જોઇએ. તેમણે કહ્યું કે આમ ન કરવાથી દરરોજ કોરોનાના કેસ ટ્રેસ થાય છે. ડોક્ટર્સ ઘણા કેસ પકડી શકતા નથી. તેમણે કહ્યું કે જે આંકડા સામે આવી રહ્યા છે તે એ વાત તરફ ઇશારો કરે છે કે ભવિષ્યમાં આ કેસ વધી શકે છે.