ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (20:18 IST)

Corona Gujarat Update - ગુજરાતમાં કોરોનાનુ વિકરાળ સ્વરૂપ, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 17119 નવા કેસ

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત ગુજરાતમાં બિહામણુ રૂપ લઈ રહી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 17 હજારથી વધુ કેસ નોંધાયા છે. તેમાં પણ મહાનગરોમાં સૌથી વધું સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે. દરરોજના આંકડામાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ જણાઇ રહ્યું છે.  10 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજાર 119 નવા કેસ નોંધાયા છે અને 7 હજાર 883 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ 79 હજારને પાર થયાં છે. 256 દિવસ બાદ 12 હજારથી વધુ કેસ નોઁધાયા છે, અગાઉ 7 મેના રોજ 12 હજાર 64 કેસ હતા. અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે.
 
રાજ્યમાં આજે 17319 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 17 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?
 
ગઇકાલે 24 કલાકમાં  12753  કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં  4340 કેસ, સુરતમાં  2955 કેસ, રાજકોટમાં 461 કેસ, વડોદરામાં 1207 કેસ, ગાંધીનગરમાં 212 કેસ અને ભાવનગરમાં 202 કેસ નોંધાયા હતા. તો 5 લોકોના મોત થયા હતા અને 5984 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 70,374 સુધી પહોંચ્યા છે.
 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ
 
અમદાવાદ કોર્પોરેશનમાં 5998
સુરત કોર્પોરેશનમાં 3563
વડોદરા કોર્પોરેશનમાં 1539
રાજકોટ કોર્પોરેશનમાં 1336
ગાંધીનગર કોર્પોરેશનમાં 409
ભાવનગર કોર્પોરેશનમાં 399
જામનગર કોર્પોરેશનમાં 252
જુનાગઢ કોર્પોરેશનમાં 116
મોરબીમાં 318 
વલસાડમાં 310 
મહેસાણામાં 240
નવસારીમાં 211
ભરૂચમાં 206
કચ્છમાં 175
બનાસકાંઠામાં 163
વડોદરામાં 131
રાજકોટમાં 125
પાટણમાં 119 
ભાવનગરમાં 102
જામનગરમાં 102 
ખેડામાં 85
અમદાવાદમાં 80
સુરેન્દ્રનગરમાં 78
અમરેલીમાં 76
ગાંધીનગરમાં 74
આણંદમાં 65
દાહોદમાં 62 
સાબરકાંઠામાં 51
નર્મદામાં 48 
પંચમહાલમાં 45
ગીરસોમનાથમાં 42
મહીસાગરમાં 39
દેવભૂમિ દ્વારકામાં 34
પોરબંદરમાં 30
તાપીમાં 30
જુનાગઢમાં 15
બોટાદમાં 12
અરવલ્લીમાં 10
છોટા ઉદેપુરમાં 3
ડાંગમાં 3
 
કોરોનાને લીધે દસ લોકોના મોત 
 
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 10 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 3, અને વલસાડમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
 
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79600 થઈ ગઈ છે. જેમાં 113 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10174 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 866338 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 90.61 ટકા છે. રાજ્યમાં આજે 3 લાખ 17 હજાર 089 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 53 લાખ 79 હજાર 500 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.