શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (18:49 IST)

Corona virus- ગુજરાતમાં ફરી કોરોનાના કેસ વધ્યા, રાજ્યમાં 176 સહિત સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 90 કેસ નોંધાયા

corona india
11 દિવસમાં રાજ્યમાં કોરોનાથી બીજું મોત, ભરૂચમાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
 
હાલમાં રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. ત્રણ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
 
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે. જ્યારે 69 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. 
 
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં 90, અમરેલીમાં 3, ભરૂચમાં 1, ભાવનગરમાં 2, દાહોદમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગર જિલ્લામાં 6, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, મહેસાણામાં 16, નવસારી 3, પાટણ 1, પોરબંદર 3, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 18, સુરેન્દ્રનગરમાં 1 અને  વડોદરામાં 6 કેસ નોંધાયાં છે. 
 
ત્રણ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
આજે ભરૂચમાં એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11048 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. ત્રણ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 913 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા થઈ ગયો છે. 
 
81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.