રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (17:11 IST)

CM રૂપાણીના જાહેર કાર્યક્રમમાં સી.આર.પાટીલ, નીતિન પટેલ, પ્રદિપસિંહ, ભુપેન્દ્રસિંહ, વાઘાણી સહિતના નેતાઓ અને BAPSના સંતોના સંપર્કમાં આવ્યા

વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા
 
વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. ત્યારે છેલ્લા ચારેક દિવસમાં મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર માટે સભાઓ ગજવી હતી. આ દરમિયાન તેમની સાથે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સહિત સંતો પણ સંપર્કમાં આવ્યા હતાં. 
રૂપાણીએ છેલ્લા 5 દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો
ગઈકાલે રવિવારે મુખ્યમંત્રીએ વડોદરામાં કારેલી બાગ ખાતેના મહેસાણાનગર ચાર રસ્તા પાસે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વડોદરાના અગ્રણી કાર્યકરો હતાં. તેમણે છેલ્લા પાંચ દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 10 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનો અને મંત્રીઓ હાજર હતાં. જેમાં ગત 11 તારીખે અમદાવાદમાં સંકલ્પગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. 12મી ફેબ્રુઆરીએ તેમણે ભાવનગરમાં બે સભાઓ ગજવી હતી. ત્યાર બાદ 13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજ પણ તેમના સંપર્કમાં આવ્યાં હતાં. 14મી ફેબ્રુઆરીએ તેમણે જામનગરની મુલાકાત દરમિયાન ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ ગજવી હતી. અંતે વડોદરામાં કારેલીબાગ ખાતેની સભામાં તેમની તબિયત લથડી હતી.
મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો
વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.
મુખ્યમંત્રી એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે: નીતિન પટેલ
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.
તેમના સંપર્કમાં આવેલા નેતાઓ અને મંત્રીઓ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
જામનગરના સાંસદ પૂનમ માડમ
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
કેબિનેટ મંત્રી વિભાવરીબેન 
કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ
પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી
ભાવનગર શહેરના પ્રમુખ રાવજીભાઈ પંડ્યા
ભાજપના નેતા વસુબેન ત્રિવેદી
ગોવિંદદેવગીરીજી મહારાજ
ગોરધન ઝડફિયા
સુરેન્દ્ર પટેલ