ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (12:34 IST)

અમદાવાદમાં નાગરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 3.25 લાખ રૂપિયાનું વળતર માગ્યું

અમદાવાદ શહેરમાં વાહનચાલકો પાસેથી મ્યુનિ. વાહન ટેક્સ વસૂલે છે ત્યારે ખાડા વગરના રોડ આપવાની જવાબદારી કોર્પોરેશનની છે. છતાં કોર્પોરેશન તેમની જવાબદારીમાં ઊણી ઉતરે છે અને ખાડાને કારણે માનસિક યાતના ભોગવવા બદલ રૂ.25 હજાર, સેવામાં ઊણપ બદલ રૂ.2 લાખ અને કમરમાં મણકાના દુખાવા બદલ રૂ.1 લાખ મળી કુલ 3.25 લાખનો દાવો એક નાગરિક અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખ જશવંતસિંહ વાઘેલાએ માંડ્યો છે અને આ દાવા અંગેની નોટિસ મ્યુનિસિપલ કમિશનરને પાઠવી છે. આ ઉપરાંત રખડતાં ઢોર હટાવવાની જવાબદારી પણ તેમની જ છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શહેરમાં ખાડા પૂરવા આદેશ કર્યા હતા. આ પછી મ્યુનિ. કમિશનરે તમામ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયરોને તેમના વિસ્તારમાં ખાડાઓ પૂરવાની કામગીરી સઘન બનાવવા આદેશ આપ્યા હતા. જેને પગલે એક જ દિવસમાં 700થી વધુ ખાડાઓનું પૂરાણ કરી દેવામાં આવ્યું હતું. શહેરના 7 ઝોનમાં કુલ 2122 ખાડા પૈકી 700થી વધુ ખાડા પૂરી દઈ વાહનોની અવરજવર થઈ શકે તેવા મોટરેબલ કરી દેવાયા હોવાનો દાવો મ્યુનિ.એ કર્યો છે.