રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (11:47 IST)

ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ગ્રેડ પે મામલે ચર્ચા થઈ શકે છે. તે ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.  આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કેસ, હાલ ચાલી રહેલા વેક્સિનેશન તથા 18 વર્ષથી નીચેના બાળકોના વેક્સિનેશનની તૈયારીઓ સંદર્ભે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. બીજી તરફ ધોરણ 1થી5ની સ્કૂલો શરૂ કરવાની વિચારણા પણ થઈ શકે છે. આ મુદ્દાઓ ઉપરાંત ખેડૂતોના મુદ્દાઓને લઈને પણ ચર્ચા થશે.  તેલીબિયાં પાકોના ભાવો નિયંત્રણમાં લેવા અંગે પણ કોઈ નિર્ણય આવી શકે છે. રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળી અને વીજળી સંકટ સંદર્ભે પણ મુખ્યમંત્રી સમીક્ષા કરશે. ત્યારે રાજ્ય સરકારની હાલ ચાલી રહેલી યોજનાઓ અને નવી યોજનાઓના અમલીકરણ તથા નીતિવિષયક બાબતો પર ચર્ચા બેઠકમાં મહત્વની રહી શકે એમ છે. 
 
આગામી દિવસોમાં મગફળી ખરીદી, ખેડૂતોને રાહત સહાય સહિતના મુદ્દા પર પણ બેઠકમાં વાત થશે. રાજ્યમાં ખેડૂતોને અપાતી વીજળી અને વીજળી સંકટ સંદર્ભે પણ મુખ્યમંત્રી સમિક્ષા કરશે. ત્યારે રાજ્ય સરકારની હાલ ચાલી રહેલી યોજનાઓ અને નવી યોજનાઓના અમલીકરણ તથા નીતિવિષયક બાબતો પર ચર્ચા બેઠકમાં મહત્વની રહી શકે એમ છે. વીજળીને લઈને પણ રાજ્યમાં ખેડૂતોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
 
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને ઉભા થયેલા આંદોલનના પગલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગ્રેડ-પે અંગે ચર્ચા થઇ હતી. તેમજ પોલીસ પરિવારોએ પોતાની માંગ રજૂ કરી હતી. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ તેમની રજૂઆતોને સાંભળી હતી. તેમજ આ અંગે વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની પણ બાંહેધરી આપી હતી.
 
જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને રોડ શો યોજશે. દિવાળી બાદ નવેમ્બરના અંતમાં દિલ્હી ખાતે તેમજ ડિસેમ્બરની શરૂઆતમાં મુંબઇ ખાતે રોડ શો અને વિવિધ બિઝનેસ એસોસિએશન સાથે બેઠકો યોજવામાં આવશે. આ માટે સરકાર દ્વારા તૈયારીઓની સમીક્ષા થઈ શકે છે.