સંબંધિત સમાચાર
- કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે શહેરનો નકશો બદલાશે, શહેરમાં એટલા બ્રિજ અને અંડરપાસની બનશે કે ટ્રાફિક જામમાંથી મળશે કાયમી મુક્તિ
- અમદાવાદમાં વાહનવ્યવહારનો 'મેગા પ્લાન': 2030 કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે લક્ઝરી અને ST બસોની એન્ટ્રી પર પ્રતિબંધ
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 100 મીટર લાંબા બાહુબલી સ્ટીલ બ્રિજનુ અમદાવાદમાં કામ પુરૂ, જાણો કેટલુ કામ બચ્યુ ?
- Bullet Train: ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટ્રેક પર લાગી ગયા થાંભલા, રેલ્વે મંત્રીએ આપ્યું મોટું અપડેટ
- ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન, ક્યાંથી ક્યાદોડશે અને કયા સ્ટેશનો પર તે રોકાશે? રેલ્વે મંત્રીએ પોતે આપી અપડેટ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ: કાલુપુર ઓવરબ્રિજ 4 દિવસ માટે રાત્રિના સમયે બંધ રહેશે
kalupur bridge
અમદાવાદમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે વધુ તેજ બની છે. સાબરમતીથી વટવા સુધીના રૂટ પર સેગમેન્ટ લગાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન કંપની દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કાલુપુર બ્રિજ (મનુભાઈ પરમાર ઓવરબ્રિજ) પર વિશેષ સેગમેન્ટ ચઢાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સુવિધા માટે ખાસ ટ્રાફિક એડવાઇઝરી અને ડાયવર્ઝન જાહેર કર્યું છે.
ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 22 મે (શુક્રવાર)થી 25 મે (સોમવાર) સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. આ સમય દરમિયાન કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી કાલુપુર બ્રિજ પર આવેલા નાના સર્કલ સુધીનો આશરે 500 મીટરનો રોડ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, રાહતની વાત એ છે કે નરોડા GCS હોસ્પિટલ રોડ તરફથી સરસપુર અને ગોમતીપુર જવા-આવવા માટે વાહનચાલકો કાલુપુર બ્રિજનો ઉપયોગ કરી શકશે.
કાલુપુર બ્રિજ બાબતે પ્રેસનોટ #ahmedabadtrafficpolice #ahmedabadpolice #kalupur #bridge pic.twitter.com/Z4qrH9u356
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) May 20, 2026
રાત્રિના સમયે બંધ રહેનારા આ માર્ગને બદલે નરોડા અને સરસપુરથી કાલુપુર સર્કલ જવા ઈચ્છતા વાહનચાલકો સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ, ડૉ. આંબેડકર ફ્લાય ઓવર, સિવિલ હોસ્પિટલ અને બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ઈદગાહ રોડનો ઉપયોગ કરી શકશે. જ્યારે રખિયાલ અને ગોમતીપુર તરફથી આવતો ટ્રાફિક ગુરુદ્વારા રોડ, ચારતોડા કબ્રસ્તાન, મુર્ગા સર્કલ અને અનુપમ બ્રિજ થઈ સારંગપુર સર્કલ તરફથી કાલુપુર જઈ શકશે.
બીજી તરફ, રિલીફ રોડ અને દિલ્હી દરવાજાથી નરોડા કે સરસપુર જવા માંગતા વાહનચાલકો કાલુપુર સર્કલથી ફ્રૂટ માર્કેટ, પાંચકુવા, બાબુ જગજીવનરામ બ્રિજ અને અસારવા સિવિલ રોડ થઈને અવરજવર કરી શકશે. આ ઉપરાંત આસ્ટોડિયા અને રાયપુર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ, વાણિજ્ય ભવન અને અનુપમ બ્રિજ મારફતે રખિયાલ તરફ જઈ શકશે. બુલેટ ટ્રેનની કામગીરીને લીધે ટ્રાફિકનું દબાણ વધી શકે તેમ હોવાથી નાગરિકોને અગાઉથી આયોજન કરવા અપીલ કરાઈ છે.
