સંબંધિત સમાચાર
- ભાવનગર: રોલિંગ મીલમાં મોટી હોનારત
- 14 ફેબ્રુઆરીથી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે આ ટ્રેનો
- મોહમંદ શમીને 6.25 કરોડમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો
- રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડો, રિકવરી રેટ 97.80 ટકાએ પહોંચ્યો
- સૌરાષ્ટ્રના મધદરિયેથી ઝડપાયું 2000 કરોડની કિંમતનું 800 કિલો ડ્રગ્સ
ગુજરાતમાં મોટી દુર્ઘટનાઃ કારખાનામાં મધરાતે થયો જોરદાર વિસ્ફોટ, વિસ્ફોટમાં 9 કામદારો ઘાયલ
ગુજરાતના ભાવનગર જિલ્લામાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાત્રે અહીંની એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ મજૂરો ઘાયલ થયા છે. રવિવારે સવારે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ઘટના સિહોર શહેર નજીક સ્થિત અરિહંત ફર્નેસ રોલિંગ મિલમાં બની હતી.
જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો હાજર હતા. વિસ્ફોટમાં નવ મજૂરો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
