બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (16:19 IST)

દેશી કોવૈક્સિનને અમેરિકાએ પણ માન્યુ, કહ્યુ -કોરોનાના 617 વેરિએંટ્સને બેઅસર કરવામાં સક્ષમ

દુનિયા ખાસ કરીને એશિયાના અનેક વિકાસશેલે દેશ કોરોના સાથે જંગનુ સૌથી મોટુ હથિયાર એટલે વૈક્સીન માટે બીજા દેશો પર નિર્ભર છે. એવામાં ભારતે એક નહી પરંતુ બે વેક્સીનની સાથે પોતાનુ વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ હતુ. જો કે એ સમયે ભારત બાયોટેકની બનાવેલ સ્વદેશી રસી કોવૈક્સીન પર દેશમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો પરંતુ હવે અમેરિકાએ પણ આ વૈક્સીનનો દમ માન્યો છે. અમેરિકાએ માન્યુ છે કે ભારતમાં બનેલી કોવૈક્સિન કોરોના વાયરસના એક-બે નહી પરંતુ 617 વેરિએંટ્સને બેઅસર કરવામાં સક્ષમ છે. 
 
વ્હાઈટ હાઉસના મુખ્ય ચિકિત્સા સલાહકાર અને અમેરિકાના ટોચના મહામારી રોગ વિશેષજ્ઞ ડો. એથની ફાઉચીએ કૉન્ફ્રેસ કોલમાં મીડિયાને આ માહિતી આપી છે. 
 
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ 20 એપ્રિલે કહ્યું હતું કે કોવેક્સિન ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિયેન્ટ વિરુદ્ધ પણ પ્રોટેક્શન આપે છે. પોતાના સ્ટડીના આધારે ICMRએ કહ્યું હતું કે બ્રાઝિલ વેરિયેન્ટ, UK વેરિયેન્ટ અને દક્ષિણી આફ્રિકી વેરિયેન્ટ પર પણ આ વેક્સિન અસરકારક છે અને એની વિરુદ્ધ પણ આ પ્રોટેક્શન આપે છે.
 
દેશમાં ચાલી રહેલી સેકન્ડ વેવ માટે આ વેરિયેન્ટ્સને જ જવાબદાર ગણવામાં આવે છે. ભારતનાં 10 રાજ્યોમાં સામે આવ્યું છે કે ડબલ મ્યૂટેન્ટ કોરોના વેરિયેન્ટ સૌથી ઘાતક છે. આ ન માત્ર તેજીથી ટ્રાન્સમિટ થાય છે, પરંતુ ઘણા જ ઓછા સમયમાં ઘણું વધારે નુકસાન પહોંચાડે છે. તો UK, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકી વેરિયેન્ટ્સ પણ ભારતમાં વધી રહેલા રિઈન્ફેક્શનના કેસમાં સામે આવ્યા છે.
 
ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન 78% સુધી પ્રભાવી
કોરોના વેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેક અને ICMRએ કોવેક્સિનના ત્રીજા ફેઝના ઇન્ટરિમ ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટમાં કહ્યું હતું કે કોવેક્સિન ક્લિનિકલી 78% અને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓ પર 100% સુધી અસરકારક છે. કંપનીએ પોતાના એનાલિસિસમાં કોરનાના 87 સિમ્પ્ટમ્સ પર રિસર્ચ કર્યું હતું. વેક્સિનને લઈને અંતિમ રિપોર્ટ જૂનમાં જાહેર કરવામાં આવશે.