લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની વરણી કરી, જુઓ કોને મળ્યું સ્થાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યાં છે. ત્યારે હવે તેમણે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના 10 જિલ્લામાં નવા પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં લોકસભાની એક પણ સીટ જીતી શકી નથી.
આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભોપાળુ વાળ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં લાગેલી કોંગ્રેસ હવે કેટલી બેઠકો મેળવશે એવા સવાલો થઈ રહ્યાં છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના હાથમાંથી બે રાજ્યો સરકી ગયાં છે અને માત્ર તેલંગણામાં સરકાર બનાવી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે એવી ચર્ચાઓ રાજકીય પંડિતોમાં શરૂ થઈ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યનાં 10 જિલ્લામાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તે કેટલી હદે સક્સેસ સાબિત થશે એતો આવનારો સમય જ બતાવશે.