સુરતના જાણીતા બિલ્ડર સંજય સુરાના ગ્રૂપ પર દરોડા, એક ડઝન કરતા વધુ સ્થળોએ સર્ચ
સુરતમાં ઇન્કમટેક્સની ડીમેડ ડિસ્ટ્રીબ્યુશન ઇન્કમ (DDI) વિંગે આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રૂપમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સુરાના ગ્રૂપ ઉપરાંત રિંગ રોડના યાર્ન મર્ચન્ટ અને હાલમાં જમીનના ધંધા સાથે જોડાયેલા ગ્રૂપમાં પમ DDI વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે. કુલ ચાર જેટલા ધંધાર્થીઓના ડઝન કરતા વધુ સ્થળો જેમાં ઓફિસો અન ઘરોનો સમાવેશ થાય છે ત્યાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરતા શહેરના અન્ય બિલ્ડર અને ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. બજાર ખુલતા જ શહેરના વેપારી અને બિલ્ડર લોબીમાં દરોડાની કાર્યવાહી ચર્ચાનો વિષય બન્યો છે.
દિવાળી બાદ સફાળા જાગેલા ઇન્કમ ટેક્સના દરોડામા મોટાયાયે કરચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.સંજય સુરાના ગ્રૂપની સુરતમાં જેટલી જગ્યાએ ઓફિસો આવેલી ત્યાં અને નિવાસ્થાનો પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સની દરોડાની કામગીરીને લઈ બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સંજય સુરાના ગ્રૂપની વાત કરવામાં આવે તો શહેરમાં મોટા મોટા એમ્પાયર ઉભા કરવામાં આવ્યા છે.