ગુજરાત સરકારની સફળતાના પાંચ વર્ષની ઉજવણીના સમયે રૂપાણીની વાજતે ગાજતે વિદાય નક્કી હતી
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે કોંગ્રેસે પણ રાજીનામાને લઈને પ્રતિક્રિયાઓ આપી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામું ગુજરાતની જનતાને ગુમરાહ કરવા લેવાયેલો નિર્ણય છે. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે દિલ્હીમાં બેઠેલા આકાઓએ પહેલા આનંદી બેન અને હવે વિજય રૂપાણીનું રાજીનામું લીધું.હાર્દિક પટેલે કહ્યું હતું કે, ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. કોરોનાના સમયગાળા દરમિયાન ઓક્સિજનનો અભાવ, મૃતદેહો, હોસ્પિટલમાં બેડના મળવો, સ્મશાનગૃહોમાંથી આવતી ભયાનક તસવીરો દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબીને કલંકિત કરવામાં આવી છે. રાજ્યમાં મોંઘવારી, વેપારીઓ સામે આવી રહેલી કટોકટી, યુવાનોમાં વધતી બેરોજગારી, ઉદ્યોગો બંધ થવાથી રાજ્યના લોકો પરેશાન છે. ગુજરાતમાં વર્ષ 2014 પછી પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની સ્થિતિ અમારા આંદોલન બાદ આવી અને હવે ફરી એકવાર મુખ્યમંત્રીએ જનતાની ભારે નારાજગી બાદ રાજીનામું આપવું પડ્યુંકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, કોરોના મહામારીમાં રાજ્યના નાગરીકો આર્થિક રીતે પાયમાલ થયાં છે. યુવાનો પાસે રોજગારી નથી. ભાજપ સરકારની નિષ્ફળતા છુપાવવા માટે વિજયભાઈનું રાજીનામું લેવામાં આવ્યું છે. દિલ્હીમાં બેઠેલા આકાઓએ પહેલાં આનંદીબેન અને હવે વિજય રૂપાણીનું રાજીનામું લીધું છે. ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ભોગ વિજયભાઈનો લેવાયો છે. પાંચ વર્ષની ઉજવણીના સમયે નક્કી હતું કે, તેમની વાજતે ગાજતે વિદાય નક્કી હતી.