રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ. , શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (19:21 IST)

Gujarat CM News: વિજય રૂપાણી પછી ગુજરાતના નવા CM કોણ ? જાણો રેસમા સામેલ 4 મોટા નેતા વિશે..

આગામી વર્ષે થવા જઈ રહેલા વિધાનસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં મોટો રાજકારણીય ઉલટફેર થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે રાજકીય કોરિડોરમાં ભાજપના તે ચાર મજબૂત નેતાઓના નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે, જેમને નવા મુખ્યમંત્રી બનાવી શકાય.  કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ નવા સીએમ બની શકે છે.
 
મોદી સરકારમાં માંડવિયાની પાસે મુખ્ય જવાબદારી 
 
નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો હતો. જેમા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય મનસુખ માંડવિયા (49) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને હર્ષવર્ધનના સ્થાને દેશના નવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા,  તેઓ આ પહેલા પણ મોદી સરકારમાં રાજ્ય પરિવહન મંત્રી રહી ચુક્યા છે. 2015માં માંડવિયા બીજેપીના સૌથી યુવા મહાસચિવ બન્યા હતા. પહેલીવાર 2012માં ગુજરાતમાથી રાજ્ય સભા સભ્ય બન્યા માંડવિયા, 2018માં બીજીવાર આ પદ માટે પસંદગી પામ્યા. વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચુક્યા છે. તેઓ ગુજરાતના સીએમ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમને પીએમ મોદીના નિકટના નેતાઓમાં સામેલ કરવામાં આવે છે. 
 
પ્રભાવશાળી પટેલ સમુહમાંથી આવે છે પુરૂષોત્તમ રૂપાલા 
 
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ 1980ના દસકામાં બીજેપીની સાથે પોતાનુ રાજનીતિક કેરિયર શરૂ કર્યુ હતુ. 1991માં તેઓ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય બન્યા. તેઓ ત્રણ વાર આ સીટ પર ધારાસભ્ય રહ્યા છે.   2016 માં, તેમણે રાજ્યસભાના સભ્ય તરીકેનુ કાર્યકાળ શરૂ કર્યુ 66 વર્ષીય રૂપાલા ગુજરાતના પ્રભાવશાળી પટેલ સમુદાયમાંથી આવે છે. 30 મે, 2019 ના રોજ, તેમને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તાજેતરમાં તેમણે મોદી સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ખેડૂત અને રાજકારણી હોવા ઉપરાંત, તે અમરેલીના હમાપુરમાં એક હાઇસ્કૂલના આચાર્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને લગતી પહેલમાં સામેલ રહ્યા છે.
 
શુ આ વખતે ડેપ્યુટી સીએમ નિતિન પટેલનુ નસીબ જાગશે ? 
 
નવા મુખ્યમંત્રીની રેસમાં 65 વર્ષીય ડેપ્યુટી સીએમ નીતિન પટેલનુ નામ પણ સામેલ છે. લાંબા સમયથી આખા ઉત્તર ગુજરાતમાં નિતિન પટેલ બીજેપીના સૌથી દિગ્ગજ પટેલ નેતાના રૂપમાં પોતાનુ સ્થાન મજબૂતીથી મુકતા આવ્યા છે. ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી પણ નિતિન પટેલ નુ નામ મુખ્યમંત્રીના રેસમાં સામેલ હતુ.  તેઓ તે સમયે પણ ગુજરાતના ડેપ્યુટી સીએમ હતા. કિશોરાવસ્થાથી જ નીતિન પટેલ રાજનીતિના ક્ષેત્રમાં કુદી પડ્યા હતા. ગુજરાતમાં થયેલ નવનિર્માણ આંદોલનમાં તેમને અનેક વિસ્તારોના મહામંત્રીના રૂપમાં ભાગ લીધો હતો. તેઓ ખૂબ પહેલાજ બીજેપી સાથે જોડાયા હતા. તેમના નિકટના લોકો કહે છે કે બીજેપી સાથે જોડાવવામાં સૌથી મહત્વપૂર્ણ તેમની હિન્દુત્વ પ્રત્યેની વિચારધારા છે.   
 
 પીએમ મોદી  અને અમિત શાહ માટે સીઆર પાટીલ ખાસ છે
નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાતમાં રાજકારણના મોટા ખેલાડી ગણાય છે. તેમને 2020 માં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. 66 વર્ષીય પાટિલ તેમના મતવિસ્તારમાં વિકાસના કામોને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે. આના દ્વારા, તે મતદારો સુધી સરળ પહોંચ બનાવે છે. પાટીલ એકમાત્ર એવા સાંસદ છે જેમની ઓફિસને 2015 માં જ ISO: 2009 દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. આ સર્ટિફિકેટ તેમસ્થાપન અને સરકારી સુવિધાઓના મોનિટરિંગ માટે આપવામાં આવ્યું હતું. પીએમે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના સંકલનની જવાબદારી પાટીલને સોંપી હતી. તેમણે વારાણસીમાં વડાપ્રધાનની ચૂંટણીની જવાબદારી પણ ઉપાડી છે. મહત્વની વાત એ છે કે સીઆર પાટીલ બિન પાટીદાર નેતા છે. પાટીલે પોતાની ચૂંટણી બે વખત 5 લાખથી વધુ મતોથી જીતી છે.