કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે ?
આવનારા દિવસોમાં હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરશે તેવી અટકળો સર્જાઈ છે. હાર્દિક પટેલ આંદોલનના સાથીઓ સાથે મંત્રણા કરીને જલ્દીથી નિર્ણય લે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. અગાઉ પણ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે મારું રાજકીય પીઠબળ એટલે કે પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે મારી કોઈ જ કિંમત નથી થતી.
બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના વધી રહી છે. જેથી નારાજગી પણ વધી રહી છે. કોંગ્રેસમાં OBC અને દલિત સમાજના પ્રભુત્વનો હાર્દિક પટેલનો મત છે, ઉલ્લેખનીય છે કે મારો કોઈ ગોડફાધર હોત તો કોંગ્રેસમાં મારી ગણના થાત પણ થઈ નથી થઈ રહી. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ રાહુલના પ્રવાસ મુદ્દે પ્રહાર કર્યા હતા અને હાર્દિકનો પક્ષ લેતું ટ્વીટ કર્યું હતું.
કોંગ્રેસનો પંજો છોડી હાર્દિક ભાજપમાં જોડાઈ શકે છે. આ માટે 2 દિવસમાં હાર્દિક પટેલની બેઠક પણ યોજાઈ શકે છે. 15 મેના રોજ બેઠક તેના આંદોલન સમયના સાથીઓ સાથે યોજાશે. કોંગ્રેસથી ઘણા દિવસથી હાર્દિક પટેલ નારાજ પણ જોવા મળી રહ્યા છે.