શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:11 IST)

જાણો અમિત શાહે ગુજરાતના ભાજપના 26 સાંસદોને કયું લેશન આપ્યું

દિલ્હી ખાતેના ગુજરાત ભવનમાં અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાના ૨૬ સાંસદ અને રાજયસભાના ૮ સાંસદોની સાથે સંગઠન મંત્રી રામલાલ, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર તોમર અને અર્જુન રામમેઘવાલ પણ બેઠકમાં પહોંચ્યા હતા. ૨૦૧૪નો રેકોર્ડ ફરી રિપીટ કરવા માટે મિશન ૨૦૧૯ને લઈ ફરી ૨૬ બેઠકો જીતવાનો મંત્ર અમિત શાહે સાંસદોને આપ્યો હતો. 
અમિત શાહ અને રામલાલ દ્વારા સંઘટનની આગામી દિવસોની કાર્યક્રમની દિશા બતાવતા ફરી ૨૬ બેઠકો જીતનો મંત્ર અને માર્ગદર્શન આપ્યું હતું. મહત્વનું છે, કે આ બેઠકમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને લઇને વ્યૂહ રચના ઘડવામાં આવી અને કેવી રીતે કાર્ય કરવું તેની વિગતો અપાઈ હતી. બુથ લેવલથી લઈને અનેક કાર્યક્રમો તમામ સાંસદો પોત પોતાના ક્ષેત્રમાં યોજશે. તો કેન્દ્ર સરકારની તમામ યોજનાના લાભાર્થીઓને પણ ગુજરાતની જનતા સુધી પહોચાડવામાં આવશે. જેથી બીજેપી પોતાના ફરી એક વાર મોદી સરકારના નારાને સાકાર કરી ગુજરાતમાં ૨૬ બેઠકો જીતી શકે છે.
ગુજરાત મોદી અને અમિત શાહનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપને સૌથી વધારે ચિંતા ગુજરાતની છે. રાજ્યમાં કોંગ્રેસના વધતા દબદબા વચ્ચે ભાજપ 26માંથી 26 બેઠકો કબજે કરવાના મૂડમાં છે. કોંગ્રેસનો હાલમાં 10 બેઠકો પર દબદબો છે. એટલે કે ભાજપના 10 સાંસદો પોતાનો મતવિસ્તાર સાચવવામાં નિષ્ફળ રહ્યાં છે. જેઓના પત્તા કપાય તેવી પૂરી સંભાવના છે. વિધાનસભામાં આ સાંસદો પોતાનો મત વિસ્તાર સાચવવામાં નિષ્ફળ નિવડ્યાં છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 લોકસભા બેઠકોમાંથી 26 બેઠકો પર જીત મળી હતી. પરંતુ તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો અને તાજેતરમાં પેટાચૂંટણીમાં જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત સાથે વિધાનસભામાં હવે ભાજપ અને ટેકેદાર ધારાસભ્યો મળીને એકસો પ્લસ બેઠકો થઈ છે.
કોંગ્રેસનું 10 બેઠકો પર પ્રભુત્વ છે. જેને પગલે કોંગ્રેસ આ બેઠકો જાળવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરશે. હવે લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં તમામ સાંસદોને પોતાની ગ્રાન્ટની રકમની કોથળી ખુલ્લી મૂકી દેવામાં આવે તેવી સૂચના અપાય તેવી સંભાવના છે. હવે સાંસદો મત વિસ્તારમાં ફરતા દેખાય તો નહીં.