શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:36 IST)

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આત્મહત્યાનો કર્યો પ્રયાસ,

અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ડોક્ટરનો આરોપ છે કે ‘જાતિના ભેદભાવ’ના આધારે તેને કામ સોંપવામાં આવતું નથી. આ અંગે તેણે પહેલા પણ ફરિયાદ કરી હતી અને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.પોસ્ટ ગ્રેજ્યુએટના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મારિરાજનએ અનુસૂચિત જાતિ ક્વોટામાં તમિલનાડુથી અખિલ ભારતીય કોટમાં એડમિશન લીધું હતું. શુક્રવારે બપોરે તેણે વધુ માત્રામાં ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ડોક્ટરનો આરોપ છે કે જાતિને કારણે તેને કામની વહેંચણી કરવામાં આવતી નથી. તેને કોઈ સર્જરી કરવા દેવામાં આવતી નથી તેમજ વોર્ડની બહાર રાખવામાં આવે છે. આ અંગે કોલેજ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ આ આરોપ નકારી દીધા છે. તેમનું કહેવું છે કે તે વિદ્યાર્થી હંમેશા કામથી દૂર રહે છે.