ચાલૂ મેચમાં પાકિસ્તાનના ક્રિકેટરે આત્મહત્યાની કોશિશ કરી
ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન સ્ટેડિયમાંજ ખુદકૂશી કરવાની કોશિશ કરી હતી. લોહોર ક્રિકેટ સ્ટેડિયમાં જઈને આપઘાત કરવાની કોશિશ કરનાર આ પાકિસ્તાની પ્લેયરનું નામ ગુલામ હૈદર અબ્બાસ છે.
ક્રિકેટરે જણાવ્યું છે કે પસંદગીકારો તેને તક આપવાની બદલે તેની પાસેથી લાંચ માગતા હતાં.
લાહોર સિટી ક્રિકેટ એસોશિયેશન (એલસીસીએ)ના ગ્રાઉન્ડ પર ચાલતી મેચ વખતે સ્થાનિક ડાબોડી બોલર ગુલામ હૈદર અબ્બાસ મેદાનમાં દોડી ગયો હતો અને શરીર પર પેટ્રોલ છાંડી અગ્નિદાહનો પ્રયાસ કર્યો હતો. કાયદે આઝમ ટ્રોફીની મેચ જોઈ રહેલા કેટલાક લોકોએ તેને તુરત પકડી લીધો હતો અને ઉહાપોહ મચાવ્યો હતો. ત્યારપછી અન્ય શ્રોતાઓએ તેને શાંત પાડ્યો હતો.
ગુલામ અબ્બાસે કહ્યું કે, તે અધિકારિઓના ખોટા વાયદાથી કંટાળી ગયો છે. પ્રથમ શ્રેણી મેચમાં તેની પસંદગી ના થતા તેમણએ આ પગલું ભર્યું હતું.તેણે વધુમાં કહ્યું હતું કે જો તે આત્મહત્યા કરશે તો એલસીસીએના વડા તેના માટે જવાબદાર હશે. કારણ કે તેઓ પર્ફોમન્સને આધારે ખેલાડીઓની પસંદગી કરતાં નથી.