અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની અફવા ફેલાવનાર આરોપીની ધરપકડ
અમદાવાદનું એરપોર્ટ કોઈના કોઈ બહાને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં પાર્કિંગ બાબતે માથાકુટો ચર્ચામાં હતી. ત્યાર બાદ રનવેના હિસાબે એરલાઈન્સના ટ્રાફિકના કારણે આ એરપોર્ટ ચર્ચામાં હતું. પરંતુ હવે એક મોટી અફવાના કારણે આખું એરપોર્ટ સનસની ગયું હતુ. આજે અમદાવાદના આ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવા ફેલાવનારા શખ્સે કન્ટ્રોલ રૂમમાં બોમ્બ હોવાનો કોલ કર્યો હતો. અફવાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યાર બાદ ડોગ સ્કોવડ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર બોમ્બનો મેસેજ આપનાર આરોપી મોહમદની અટકાયત કરી હતી. અફવા ફેલાવનારો આ શખ્સ એરપોર્ટનો જ કર્મચારી છે