બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 2 એપ્રિલ 2023 (13:45 IST)

અમદાવાદના બે સગા ભાઈઓને ફાંસીની સજા

અમદાવાદના ઈસનપુરમાં એક ઝગડામાં યુવકને કેરોસિન છાંટી સળગાવી દીધી હતી. જેમા મૃતક પંકજ પાટીલ નું ગંભીર રીતે દાઝવાથી સારવાર દરમિયાન મોત થયુ હતુ.  તે બાબતે સેશન્સ કોર્ટ બે આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. બે સગા ભાઇઓને ફાંસીની સજા થઈ હોય તેવો પ્રથમ કેસ બન્યો છે. 
સેશન્સ કોર્ટે 118 પાનાનુ ચુકાદો સંભળાવ્યો છે. 
 
ઘટના શું છે 
ઘટના 2019ની છે. ફરિયાદી યુવક પંકજભાઇ પાટીલ જન્માષ્ટમીના તહેવારના દીવસે રોજની જેમ સોસાયટીની બહારની દુકાન પાસે તેમની બાઈક પાર્ક કરી હતી. ત્યારે પાસની સોસાયટીમાં રહેતી આરોપી નરેશ  નરેશ અમરિસંહ કોરી અને તેનો ભાઇ પ્રદીપ અમરસિંહ કોરીએ ફરીયાદીની મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢયુ, તેથી ફરીયાદીએ આરોપીઓને આ બાબતે ઠપકો આપતાં આરોપી પ્રદીપે પેટ્રોલ ફરીયાદી યુવક પર છાંટી  હતુ. બહુ મોટો ઝઘડો થઇ ગયો હતો. 
 
ફરિયાદી યુવક તેમના પિતા પાંડુરંગ, દાદી સુમનબહેન સાથે રહેતા હતા. આરોપીએ ફરિયાદીના પિતા અને દાદી સાથે પણ આરોપીને મારપીટ કરી હતી. આરોપી નરેશ કોરીએ ફરીયાદીના પિતાને લાફે મારી દીધો હતો અને લોખંડની સળિયાથી ઇજા પહોંચાડી હતી. અને ત્યારપછી ફરીયાદીની દાદીને પણ લાત મારી હતી. તે પછી આરોપી પ્રદીપ કોરી તેના ઘરેથી કેરોસીન ભરેલો કેરબો લાવી ફરીયાદી યુવક પર અચાનક જ છાંટી દીધુ હતુ અને કોઇ કંઇ સમજે તે પહેલાં તેને દિવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે યુવક જાહેરમાં આગની લપેટમાં ઘેરાઈ ગયો હતો. જો કે ફરીયાદીના માતા-પિતા અને આસપાસના લોકો આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને 108 મારફ્તે ઇમરજન્સીમાં એલજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે તે 90 ટકાથી વધુ દાઝી ગયો હતો જેના પગલે તનું મોત નિપજયુ હતું.