પંજાબ બાદ હવે AAPની નજર ગુજરાત પર, કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં કરશે રોડ શો
પંજાબમાં આમ આદમી પાર્ટીએ જ્વલંત વિજય મેળવી ઇતિહાસ રચી દીધો. પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા. દિલ્હી બાજ પંજાબ એવું બીજું રાજ્ય બન્યું છે જ્યાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી હોય. હવે AAPની નજર ગુજરાત પર છે. પંજાબમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે.
ગુજરાતના વર્ષ 2022ના અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જય રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમો શરૂ કરી દીધા છે. અને હવે એવા પણ સમાચારો મળી રહ્યાં છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાત આવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે.
2 અથવા 3 એપ્રિલે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને માન અમદાવાદ આવશે. અમદાવાદમાં દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીનો મોટો રોડ શો અથવા પ્રંચડ રેલી કરવાનું આયોજન છે.દેશમાં હાલ ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ટ્રેન્ડમાં પંજાબમાં AAP આગળ અને ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં ભાજપ આગળ છે. પંજાબમાં AAPએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા તરત જ કવાયત હાથ ધરશે.