Avoid Eating Banana with These Foods: ફળમાં કેળા (Banana) એક સસ્તુ ફળ હોવાની સાથે સાથે ખૂબ જ લાભકારી પણ છે. એક કેળુ ખાતા જ શરીરમાં ગજબની એનર્જી મળે છે. પોટેશિયમ, ફોલેટ, ડાયેટરી ફાઈબર, એંટીઓક્સીડેટ્સ, ફૉસ્ફોરસ, પ્રોટીન, વિટામીન એ, બી6, સી, મેગ્નેશિયમ, કૉપર વગેરે કેળામાં જોવા મળે છે. જો કે કેળાનુ સેવન કરતી વખતે કેટલીક વસ્તુઓનુ ધ્યાન રાખવુ જોઈએ. કેટલાક લોકો કેળા ખાતા જ ઠંડુ પાણી પી લે છે. રાત્રે તેનુ સેવન કરે છે. કેટલાક એવા પણ ફુડ્સ છે જેની સાથે કેળા ખાવાથી બચવુ જોઈએ. જાણો કઈ કઈ વસ્તુઓનુ કેળા સાથે સેવન હેલ્થ માટે યોગ્ય નથી.
આ ફુડ્સ સાથે કેળાનુ કોમ્બિનેશન પહોચાડશે નુકશાન
1. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ સાથે કેળાનો ઉપયોગ ટાળવો જોઈએ. મોટાભાગના લોકો દૂધમાં સમારેલા કેળા ખાય છે અથવા કેળા અને દૂધમાંથી બનેલુ સ્મુધિ પીવે છે. કેળાને દહીં સાથે ખાય છે. જો તમે આવુ કરતા હોય તો આ ખોટુ છે. હકીકતમાં, જ્યારે તમે કેળાને મિલ્ક ફેટ્સ અને અન્ય પોષક તત્વો સાથે ભેળવીને ખાઓ છો, ત્યારે શરીરમાં પોષક તત્વોની માત્રા વધે છે. આનાથી પાચનમાં સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમને પેટનું ફૂલવું, અપચો, ગેસ અને બેચેની અનુભવી શકાય છે.
2. તમને કેળા ખાવા પસંદ છે અને તમારી સામે હાઈ પ્રોટીન ફુડ્સ પણ છે તો આ બંનેને એક સાથે ક્યારેય ન ખાશો. જો તમે હાઈ પ્રોટીન ડાયેટ લોછો જેમા ઈંડા મીટને તમે કેળા સાથે કમ્બાઈન કરો છો તો આ ખોટુ છે. આ તમારા ડાયજેસ્ટિવ પ્રોસેસને ધીમો કરી શકે છે. જ્યા કેળા ખાતા જ ખૂબ જલ્દી હજ મ થઈ જાય છે. તો બીજી બાજુ સ્લો ડાયજેસ્ટિંગ પ્રોટીન સાતે કમ્બાઈન કરવાથી ડાયજેસ્ટિવ ટ્રેક્ટમાં ગેસ અને ફર્મેટેશનનુ કારણ બની શકે છે.
3.જ્યારે તમે શુગરી બ્રેકફાસ્ટ, બેક કરેલી વસ્તુઓ સાથે કેળા ખાઓ છો, ત્યારે તે નુકસાન પણ પહોંચાડી શકે છે. આ બધી વસ્તુઓમાં પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આવી સ્થિતિમાં, કેળા સાથે તેમનું મિશ્રણ અચાનક બ્લડ સુગર લેવલ ઝડપથી ઘટાડી અથવા વધારી શકે છે. આનાથી કેટલાક લોકોને થાક લાગી શકે છે. ખાધા પછી થોડી વારમાં તમને ફરીથી ભૂખ લાગી શકે છે.
4. જ્યારે તમે ટેબલ પર મીઠાઈ અને કેળા એકસાથે મૂકેલા જુઓ છો, ત્યારે શું તમે બંનેને એકસાથે ખાવાનું શરૂ કરો છો? જો તમે આ કરો છો તો ભૂલથી પણ ફરીથી આવું ન કરો. જ્યારે તમે કેળા સાથે મીઠી વસ્તુઓ અને મીઠાઈઓ ખાઓ છો, ત્યારે શરીરમાં શુગર લેવલ અચાનક વધી જાય છે. આનાથી વજન વધવાનું અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.
5. પાકેલા કેળા પચવામાં સરળ હોય છે, પરંતુ તેને કાચા કેળા સાથે ખાવાની ભૂલ ન કરો. તેમને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આનું કારણ એ છે કે કાચા કેળામાં વધુ પ્રતિરોધક સ્ટાર્ચ હોય છે. આ સરળતાથી પચવામાં મુશ્કેલ હોઈ શકે છે. તેનાથી કેટલાક લોકોમાં ગેસ અને પેટનું ફૂલવું થઈ શકે છે.
6. જો તમે કેળાને ખાટ ફળ જેવા કે સંતરા, દ્રાક્ષ, પોમેલો, લીંબુ વગેરે જેવા ખાટા ફળો સાથે ખાઓ છો તો એવું કરવું યોગ્ય નથી. આનાથી તમને પાચનની સમસ્યા થઈ શકે છે. યાદ રાખજ કે કેળા અને સાઇટ્રસ ફળોમાં એસિડિક પોષક તત્વો હોય છે. આવી સ્થિતિમાં, આ વસ્તુઓનું સેવન પેટ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
7. તમારે એવોકાડો ફળ સાથે કેળા ખાવાનું પણ ટાળવું જોઈએ. આ બંને ફળોમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. આનાથી લોહીમાં પોટેશિયમના વધુ પડતા સ્તરનું જોખમ વધે છે. આને હાઇપરકેલેમિયા ડિસઓર્ડર કહેવામાં આવે છે. કેળા ખાવાના અડધા કલાક પછી જ સાઇટ્રસ ફળો, એવોકાડો વગેરેનું સેવન કરવું વધુ સારું રહેશે.
8. કેટલાક લોકો કેળા ખાધા પછી તરત જ ઠંડી વસ્તુઓનું સેવન કરે છે અથવા ઠંડુ પાણી પીવે છે. કેળા સાથે બરફ, આઈસ્ક્રીમ, ઠંડા પીણાં વગેરેનું સેવન ન કરો. આનાથી તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.