મહેસાણામાં એરોબેટિક એર શો
Aerobatic air show in Mehsana- ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે.
મહેસાણાના ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે એર શો.. ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના આ એર શોને લઈને ઉત્તર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે....આજે સવારે 9 વાગ્યાથી આકાશમાં શોર્ય અને કૌશલ્યનો દિલધડક રોમાંચક નજારો .....એર શોના એક દિવસ પહેલા 'સૂર્યકિરણ' ટીમે મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરીને વાતાવરણમાં રોમાંચ ભરી દીધો...ભારતીય વાયુસેનાના હોક Mk132 વિમાનોએ આકાશમાં કરેલા દિલધડક સ્ટંટ્સ અને એરોબેટિક્સ જોઈને ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.... 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' 1996માં રચાઈ હતી અને તે એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે.....ટીમનું સૂત્ર 'સર્વદા સર્વોત્તમ' છે