બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 જૂન 2021 (09:44 IST)

આજથી RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે  ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ તા.૧લી જુન ૨૦૨૧ ના રોજ પાંચ વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. વર્ષઃ ૨૦૨૧-૨૨માં વલસાડ જિલ્લામાં ૨૪૬ શાળાઓ પૈકી ૮૬૫ જગ્યાણઓ આર.ટી.ઈ. એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે. 
 
બાળકના વાલી www.rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૨૫ જુન ૨૦૨૧ થી તા.૦૫ જુલાઇ ૨૦૨૧ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ્લાઈન નં. ૦૨૬૩૨- ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
 
વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મમ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટા, વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. કોવિડ-૧૯ મહામારીના કારણે ઓનલાઈન ભરેલ ફોર્મ કયાંય જમા કરવાનું રહેશે નહીં. 
 
પ્રવેશ કન્ફર્મ ન થાય ત્યાંથી સુધી વેબસાઇટ જોતા રહેવું. આ અંગે રજિસ્ટ ર કરેલા મોબાઈલ નંબર ઉપર રાજય કક્ષાએથી મેસેજથી જાણ કરવામાં આવશે.