બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 16 માર્ચ 2021 (14:35 IST)

રાજકોટ: આપના કાર્યકર્તા સંમેલનમાં ધૈર્યરાજ માટે દાનની વહી સરવણી, 250 આગેવાનો AAP માં જોડાયા

સોમવારે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવજી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોનનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતમાં 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ ધ્યાનમાં રાખીને  'મિસન 2022'ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગ રૂપે ગુજરાતમાં બુથ વાઇઝ સંગઠન નિર્માણ અને 50 દિવસમાં 50 લાખ સભ્ય નોંધણીનું લક્ષ્ય લઈને દરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંગઠન નિર્માણનાં કાર્યમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે લોકોની સમસ્યાઓનાં નિરાકરણ માટે લોકો વચ્ચે રહવા અને રોડ પર ઉતરી લોકોનાં પ્રશ્નોએ સતત લડત લડવા માટે પણ પાર્ટીનાં દરેક કાર્યકર્તાને આહવાન કર્યું હતું.
દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટચાર મુક્ત શાસન વ્યવસ્થા, વીજળી-પાણી, મહિલાઓની સુરક્ષા અને ફ્રી મુસાફરી વગેરે ઉદાહરણ રૂપ કામો દ્વારા આમ આદમી પાર્ટીએ દિલ્હી મોડેલને દેશ અને દુનિયામાં પ્રસ્થાપિત કર્યું એજ કામો થકી ગુજરાતનાં લોકોનાં દિલમાં પણ સક્ષમ રાજકીય વિકલ્પ તરીકે સ્થાન બનાવી રહી છે ત્યારે તેને પરિણામ લક્ષી બનાંવવા માટે તમામ કાર્યકર્તાઓએ રાત-દિવસ મહેનત કરવાનો સંકલ્પ કર્યો હતો.
 
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને લગભગ 250થી વધારે જુદાજુદા ક્ષેત્રનાં આગેવાનો અને રાજકીય અગ્રણીઓને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધૈર્યરાજસિંહને મેડિકલ સહાય માટે સભામાં હાજર રહેલ લોકો દ્વારા યથાશક્તિ ડોનેશન પણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ રીતુબેન બંસલ, રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા, ભાવનગરના શહેર પ્રમુખ હરદેવસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, જામનગર જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ સભાળિયા, મોરબી જિલ્લા પ્રમુખ એ કે પટેલ, દ્વારકા જિલ્લા પ્રમુખ કે જે ગઢવી, ભાવનગર જિલ્લા પ્રમુખ અશોકસિંહ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પરસોતમભાઈ મકવાણા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.