બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (15:15 IST)

એક યુવક 90 હજાર રુપિયાના સિક્કા લઇને બાઇક ખરીદવા પહોંચ્યો હતો

મહેસાણાની. અહીં એક યુવક 90 હજાર રુપિયાના સિક્કા  લઇને બાઇક ખરીદવા પહોંચ્યો હતો  અને બાઇક ખરીદ્યુ પણ ખરાં. ચિલ્લર આપતા ઘણી વાર શરમ આપણને પણ આવે. પણ શું થાય, ચલણી સિક્કા ભેગા થાય તો તેને વાપરવા તો ખરા જ. 
 
શાકભાજી કે દૂધની દુકાનમાં આપણે ચિલ્લરો આપી દઇએ છીએ. પરંતુ જરુરી નથી કે બધી જગ્યાએ ચિલ્લર ચાલે જ. પેટ્રોલ પંપ, મૉલ સહિત એવી ઘણી જગ્યાઓ છે ત્યાં ચિલ્લર લેવાની ઘસીને ના પાડી દેવામાં આવે છે.  આપણે 100 રૂપિયાની ચિલ્લર લઇને દૂધ લેવા જતા પણ થોડા શરમાઇએ ત્યારે આતો 90 હજાર રુપિયાની ચિલ્લર લઇને એક યુવક પહોંચ્યો બાઇકના શૉ રુમ પર.
 
દૂધનો વ્યવસાય કરતા મહેસાણાના એક યુવકનું ડ્રીમ બાઇક ખરીદવાનું સપનુ હતુ. જે તેણે ચલણી સિક્કાઓ વટાવીને પુરુ કર્યુ.