ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (16:32 IST)

અમદાવાદમાં નરોડા વિસ્તારના ​​​​​​​એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, કોવિડ હોસ્પિ.માં દાખલ 8 દર્દીઓને રેસ્ક્યુ કરી SVPમાં ખસેડાયા

શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે જેના પગલે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. 5 108 અને અન્ય 4 ઍમ્બુલન્સ બોલાવી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ મછરા પણ નરોડા ખાતે દોડી ગયા હતા અને તમામ દર્દીઓને સહી સલામત SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની કાર્યવાહી કરાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં 8 દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડ્યાં છે. જ્યારે GEBએ હાલમાં હોસ્પિટલની લાઈટ ચાલુ કરી દેવામાં આવી છે.

જેથી અન્ય દર્દીઓની સારવાર ફરી શરૂ થઈ ગઈ છે. IDBI બેન્કની બ્રાન્ચના એસીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.મળતી વિગતો મુજબ, નરોડા વિસ્તારમાં સ્મશાન પાસે આવેલા કેપિટલ કોમ્પલેક્સમાં IDBI બેક વિભાગ તરફના ભાગે આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં વેદાંત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ હતી જેથી તકેદારીના ભાગ રૂપે 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. કોમ્પ્લેક્સમાં આગ લાગતા લાઈટો બંધ કરવાની ફરજ પડી હતી. લાઈટ બંધ હોવાને કારણે હોસ્પિટલમાં રહેલા કોરોનાના કુલ 8 દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા..