રાજીનામું આપ્યાના 84 દિવસ પછી વડાપ્રધાન મોદી પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને મળતા મોટી જવાબદારી મળવાની અટકળો તેજ
રાજીનામું આપ્યાના 84 દિવસ પછી વડાપ્રધાન મોદી પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને મળતા મોટી જવાબદારી મળવાની અટકળો તેજ થઈ છે.
રૂપાણી રાજીનામુ આપ્યા બાદ પારિવારિક- સમાજિક જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જોકે રૂપાણીને કઈ જવાબદારી અપાશે તેના પર સૌકોઈની મીટ મંડાયેલી છે. અગાઉ રૂપાણી કહ્યું હતું મેં મારી જવાબદારીનું કાઈ પૂછ્યું નથી અને પાર્ટીએ કાઈ કહ્યું નથી. જે સોંપશે તે સ્વીકારી લેશું. બીજીતરફ રૂપાણીનાં રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવી ગયો છે. અને રાજકોટમાં રીતસર બે જૂથ પડી ગયા છે. અને ભાજપનાં આંતરિક વિવાદો મીડિયામાં પણ ગાજી ચુક્યા છે. ત્યારે મોદી સાથેની રૂપાણીની આ મુલાકાત સુચક માનવામાં આવે છે.
રૂપાણી ને હવે સુ જવાબદારી સોંપે તે જોવું રહ્યું..
જો કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રૂપાણીને ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે કાઈ મોટી જવાબદારી સોંપે તેવું ચર્ચાઈ રહ્યું છે. રૂપાણી પ્રભારી બને કે પછી અન્ય કોઈ જવાબદારી સોંપે તેવો આંતરિક ગણગણાટ ફરી શરૂ થયો છે. હાલ પણ સંગઠનમાં રૂપાણીની પકડ મજબૂત છે એટલે કોઈ રાજ્યનાં પ્રભારી બને તો નવાઈ નહિ. જો કે આ મામલે રૂપાણી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને તેઓ પ્રધાનમંત્રી સાથેની પોતાની આ મુલાકાત માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું જ જણાવી રહ્યા છે.